જાંબુઘોડા: જાંબુઘોડાના સાદડા નજીક અકસ્માત કરનાર અજાણ્યા ઈકો કાર ને શોધી કાઢી તેના ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરતી જાંબુઘોડા પોલીસ
જાબુઘોડાના સાદડા પાસે માર્ગ અકસ્માત સર્જાયો હતો.જેમા એક અજાણ્યા ઈકો કાર ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.જાબુઘોડા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અજાણ્યા ઇકો કાર ચાલકને શોધખોળ શરૂ કરી હતી જાંબુઘોડા પોલીસ અકસ્માત સર્જી ભાગી છૂટનાર ઇકો કાર ચાલકને સીસીટીવી તેમજ અન્ય સોર્સના આધારે પોલીસે કાટકોઈ ગામના અજીતભાઈ નાયકને તેમની ઇકો કાર સાથે ડિટેક્ટ કરી તેમના વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોધી કાર કબજે લઇ તપાસ હાથ ધરી હતી