મહુવા: મહુવામાં ટ્રાફિક પોલીસની સખત કાર્યવાહી : નિયમ તોડનાર વાહનચાલકો સામે દંડાત્મક પગલાં
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ટ્રાફિક નિયમોના પાલન માટે મહુવા ટાઉન પોલીસ દ્વારા વિશેષ ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. શહેરના મુખ્ય અને વ્યસ્ત વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરતા નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીબાગ, વાસી તળાવ તેમજ ખોડિયાર મંદિર જેવા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહનો રોકી ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન વાહનચાલકો પાસેથી ડ્રાઈવિંગ લાયસન્સ, પીયુસી, વાહ