શહેરા: શહેરા તાલુકાના માતરિયા વ્યાસ ગામે આદ્યશક્તિ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી
શહેરા તાલુકાના માતરિયા વ્યાસ ગામે આદ્યશક્તિ ગરબા મહોત્સવમાં છઠ્ઠા નોરતે માતરિયા વ્યાસ ગામ સહિત આસપાસના સરાડીયા,નાડા અને મજેલાવ જેવા ગામોના ખેલૈયાઓ ગરબા રમવા ઉમટી પડ્યા હતા અને ખેલૈયાઓએ મનમુકીને ગરબાની રમઝટ બોલાવી માઁ ની આરાધના કરી હતી.અહીં છેલ્લા ૨૮ વર્ષથી આદ્યશક્તિ યુવક મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે.