પલસાણા તાલુકાના ચલથાણ ગામે રાજહંસ ટ્રાન્સપોર્ટ નગરમાં આવેલી વી-ટ્રેક લોજિસ્ટિક્સ પાસે ત્રણ ટેમ્પો નંબર GJ 19 Y 9462, GJ 19 Y8657 અને GJ 19 Z 0136 પાર્કિગમાં પાર્ક કર્યાં હતાં ત્યારે રાત્રિના 2.30 વાગ્યાના સમયે અચાનક આગ લાગતા એક ટેમ્પો આખો બળીને ખાક થયો જ્યારે બે ટેમ્પાની આગળની કેવી બલી ગયાની ફરિયાદ ટેમ્પો માલિક અમરેશ કુમાર સિંહે કડોદરા પોલીસ મથકે નોંધાવતા પોલીસે તપાસ હાથધરી છે.