પાંચ ડિસેમ્બરે અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝ પાસે આવેલ રેલવે ફાટક નજીકથી ઓમપ્રકાશ યાદવ નામના યુવકની હત્યા કરાયેલ લાશ મળી આવી હતી.પોલીસે લાશને.પીએમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.દરમ્યાન હત્યા કેસમાં સંડોવાયેલા વિવેક યાદવ,સત્યમ યાદવ અને અર્પિત યાદવ સહિત પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.પૂછપરછ માં પાંચ પૈકી એક આરોપીની પત્નીના મૃતક જોડે અનૈતિક સબંધો હતા.જેની જાણ આરોપીને થતાં બધાએ એકસંપ થઈ હત્યા નિપજાવી હોવાની કબુલાત કરી.