પોશીના: શહેર ખાતે ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
આજે બપોરે 3 વાગે મળતી માહિતી મુજબ પોશીના તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆત રીત રિવાજ મુજબ ઢોલ નગારા સાથે મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત સાથે કરવામાં આવી હતી.તેમજ આદિવાસી સમાજના સમાજસેવી એવા બિરસા મુંડા ની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, સાંસદ શોભનાબેન બારૈયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને સ્નેહ મિલન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.