ભુજ: આંધ્રપ્રદેશના યુવકને લાલચ આપી રૂા. 80 હજાર પડાવનારા આરોપીઓ પકડાયા
Bhuj, Kutch | Sep 16, 2025 એકના ત્રણ કરી આપવાની લાલચમાં ફસાવીને આંધ્રપ્રદેશના યુવાન પાસેથી રૂા. 80,000 પડાવનારા ભુજના બંને આરોપીની પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ અટક કરી હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં એકના ત્રણ કરી આપવાનો વિશ્વાસ આપી આંધ્રપ્રદેશના વિનય મૌલી વીરાભદ્રમ પશુમર્થી છેતરનારા અલીશા કાસમશા શેખડાડા અને અતામામદ કાસમ કેવરને ભુજમાં આલાવારા કબ્રસ્તાન નજીકથી ઝડપી પાડયા હતા. તેમના કબજામાં રહેલી કારમાં 80 હજાર મળી આવ્