પાદરા તાલુકાના વડું ગામે આશરે 25 વર્ષ જૂની અને જર્જરિત બની ગયેલી પાણીની ટાંકી આજે સલામતીના પગલાંરૂપે જમીનદોસ્ત કરવામાં આવી. ટાંકીની હાલત લાંબા સમયથી જોખમી બની હતી, જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા તેને દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે પાણીની ટાંકીની સામે વડું હાઈસ્કૂલ તેમજ અન્ય શાળાઓ આવેલી છે અને નજીકમાં વડુ ભાગોળની મુખ્ય બજાર પણ સ્થિત છે. વિદ્યાર્થીઓ અને જનતાની સુરક્ષા ધ્યાનમાં રાખીને આજે સવારથી ટાંકી તોડી પા