અમરેલી જિલ્લામાં કહેર વર્તાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં ધોધમાર 9 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જેને લઇને ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આ વચ્ચે આજે અમરેલી 108ની ટીમના પણ સાયરન સતત ગુંજતા રહ્યા છે. 108ની ટીમે એક બે નહીં ચાર-ચાર મહિલાઓની સફળ ડિલિવરી કરાવી છે. ક્યાંક 108ની ટીમ પહોંચી ન શકતાં જેસીબી તો ક્યાંક બોટની પણ મદદ લેવામાં આવી હતી. "ચાંચ બંદર ગામમાં સગર્ભાને પ્રસુતિનો દુખાવો ઉપાડતા 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.