ખંભાત: દરિયા કાંઠે દરિયાઈ ઉત્તરાયણ ઉજવાઈ, રાજ્યભરમાંથી પતંગરસિકો ઉમટ્યા.
Khambhat, Anand | Jan 18, 2026 નવાબી ખંભાતમાં રવિવારે સવારથી મોડી સાંજ સુધી દરિયાઇ ઉત્તરાયણની મજા લૂંટવામાં આવી હતી, તેમાં માત્ર ખંભાતીઓ જ નહી પરંતૂ અમદાવાદ, સુરત, ભરૂચ, વડોદરા, ધોળકા, ધંધુકા, ભાવનગર, આણંદ, વિદ્યાનગર, બાલાસિનોર, પેટલાદ, નડિયાદ સહિતના સ્થળોએથી પતંગરસિકો પણ ખંભાતમાં દરિયાઇ આનંદ માણવા ઉમટી પડ્યા હતા.વિશાળ મેદની અને પતંગરસિયાઓને કારણે દરિયાઈ પટ્ટામાં આકાશ રંગબેરંગી બની ગયું હતું.જેને કારણે ધરતીએ લોકમેળો અને અંબરે પતંગ મેળો જામ્યો હતો.