જામનગર: વિક્ટોરિયા પુલ પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક યુવકો ફટાકડા ફોડતા હોવાનો વિડીયો વાયરલ થયો
જામનગરના વિક્ટોરિયા પુલ પાસેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ગઈકાલે દિવાળીની રાત્રે વિક્ટોરિયા પુલ પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક જ પાંચ થી છ જેટલા યુવકો ફટાકડા ફોડતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જોકે આ સમગ્ર મામલે પેટ્રોલ પંપ સંચાલકની બેદરકારી પણ સામે આવી છે.