ભરૂચના કોર્ડીનેટર ભાવિની ઠાકરે જીવનમાં યોગનું મહત્વ સમજાવ્યું. તેમણે યોગના ફાયદા અને તેની આવશ્યકતા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સોશિયલ મીડિયા કોર્ડીનેટર ભાવિકા ઠક્કરે ઘરે બેઠા યોગનો લાભ કેવી રીતે લઈ શકાય તે સમજાવ્યું હતું. સાથે જ સોશિયલ મીડિયા દ્વારા યોગ સાથે કેવી રીતે જોડાઈ શકાય તેની માહિતી આપી હતી. કાર્યક્રમમાં લગભગ 150 લોકોએ ભાગ લીધો હતો.