જેતપુર પાલિકાનો વૃક્ષા રોપણનો 'દેખાડો': કરોડોના ખર્ચે ખાડા ખોદી માત્ર એક પીપળો વાવ્યો, જે હવે કરમાયો!
Jetpur City, Rajkot | Oct 19, 2025
રાજ્ય સરકારના શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ કાર્યક્રમ માત્ર એક ફોટો-શેસન બનીને રહી ગયો હોવાની ચર્ચાઓએ શહેરમાં જોર પકડ્યું છે. પાલિકાએ સરદાર ચોકથી નકલંક આશ્રમ સુધીના રોડ પર દસ-દસ ફૂટના અંતરે વૃક્ષો વાવવા માટે ખાડા તો ખોદ્યા, પરંતુ માત્ર એક જ પીપળાનું વૃક્ષ વાવીને અને બાકીના ખાડાઓ બુરી દઈને સંતોષ માની લીધો છે. મળતી વિગતો મુજબ, પાલિકા દ્વારા તારીખ ૧