જામનગર શહેર: ધરારનગરમાં યુવાન પર હથિયારોથી હુમલો, 4 સામે ગુનો નોંધાયો
જામનગરના ધરારનગર-૨ વિસ્તારમાં વાઘેર યુવાન પર હથિયારોથી હુમલો કરી તેમજ ઢીકાપાટુનો માર મારીને ધમકી દીધાની ચાર શખ્સ સામે ફરીયાદ કરવામાં આાવી છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. યુવક ઘરની બહાર નીકળેલ ત્યારે શખ્સો જોર જોરથી અપશબ્દો બોલતા હોય, જેથી આ બાબતે સમજાવવા જતા અને કંઇ બોલે તે પહેલા જ હથિયારોથી હુમલો કરી દેવાયો હતો.