મહેમદાવાદ: પંચમુખી હનુમાન મંદિર ખાતે AHP ના સ્થાપક અને અધ્યક્ષ ડો,પ્રવિણ તોગડીયાની ઉપસ્થિતીમાં સામુહિક હનુમાનચાલીસા પાઠ પારાયણ
પંચમુખી હનુમાન મંદિર ખાતે AHP ના સ્થાપક અને અધ્યક્ષ એવા ડો. પ્રવિણ તોગડીયાની ઉપસ્થિતીમાં ભવ્ય સામુહિક હનુમાન ચાલીસા પાઠ પારાયણનો કાર્યક્રમ યોજાયો. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ ખેડા જિલ્લા દ્વારા આયોજિત સામુહિક હનુમાન ચાલીસા પાઠ પારાયણમાં મોટી સંખિયામાં નગરના ધર્મપ્રેમી પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. સાંજે ઉપસ્થિત લોકો દ્વારા ડો. પ્રવિણ તોગડીયા સાથે શુભેચ્છા મુલાકાત દરમિયાન તેઓનું ફુલહારથી સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું.