તેલંગાણામાં થયેલી 500 શ્વાનોની નિર્મમ હત્યાના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજાઇ. તેલંગાણામાં તાજેતરમાં 500 જેટલા શ્વાનોની સામૂહિક હત્યાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે. આ ઘટનાના વિરોધમાં ભાવનગરના જાગૃત નાગરિકો અને જીવદયા પ્રેમીઓ દ્વારા એકઠા થઈને કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.