મોટા વાલ્કા નજીક અકસ્માત: યુવાનનું મોતનખત્રાણાના મોટા અને નાના વાલ્કા ગામ વચ્ચે ૨૬ જાન્યુઆરીએ બપોરે સર્જાયેલા અકસ્માતમાં ૩૮ વર્ષીય બાઈક ચાલક દાનાભાઈ સવાભાઈનું મોત નીપજ્યું છે. માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું અવસાન થયું હતું. વિગતો સાત વાગ્યે મળી હતી