હાલોલ: નવા ઢીકવા ગામે પરિવારીક વિવાદ બાદ કાકાએ પોતાની ભત્રીજીને માથામા પથ્થર મારી ઇજાગ્રસ્ત કરતા સારવાર અર્થે ખસેડવામા આવી
હાલોલના નવા ઢીકવા ગામે ટેકર ફળિયામાં તા.7 ઓક્ટોબર મંગળવારના રોજ રાત્રિના સુમારે પરિવારીક વિવાદ બાદ મારામારીનો બનાવ બન્યો હતો રતન ભૂરસિંગભાઈ રાઠવાની છોકરી ટીલીબેનને તેમના કાકા સાથે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા કાકા એ દીકરી સમાન ભત્રીજી ને માથામાં પથ્થર મારી ઈજાગ્રસ્ત કરી હતી બનાવ બનતા મામલો પાવાગઢ પોલીસ મથકે પહોચતા પોલીસે તપાસ હાથ ધરી હોવાનુ જાણવા મળ્યુ છે.