ગોધરા સબ જેલ ખાતે હોળી-ધુળેટીની અનોખી ઉજવણી કરવામાં આવી, જેમાં 200થી વધુ બંદીવાન ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેલ અધિક્ષક આર.બી. મકવાણા ના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં બંદીવાનોને ખજૂર, ધાણી, કલર અને પિચકારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. હોળી પર્વનું ધાર્મિક અને સામાજિક મહત્વ સમજાવવા જ્ઞાન શિબિર પણ યોજાઈ હતી. બંદીવાનોએ એકતા અને સદભાવના સાથે રંગોત્સવ ઉજવી આનંદની પળો માણી હતી. પ્રસંગે જેલ અધિકારીઓ, જેલ સમિતિના સભ્યો અને આમંત્