ગોધરા: ભુરાવાવ બસ સ્ટેશન નજીક નગર પાલિકા દ્વારા સફાઈ કામગીરી કામગીરી હાથ ધરી
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં, લાંબા સમયથી પ્રશ્ન બની રહેલા ભુરાવાવ બસ સ્ટેશન નજીકના વિસ્તારની સફાઈ કામગીરી આખરે હાથ ધરવામાં આવી છે. સ્થાનિકો ની અનેક રજૂઆતો બાદ નગર પાલિકા દ્વારા આ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ગોધરા શહેરના ભુરાવાવ બસ સ્ટેશન નજીક ગંદકીના કારણે પરેશાન નાગરિકોની સમસ્યાનો અંત આવ્યો છે.