વ્યારા: વ્યારા તાલુકાના નાની ચીખલી ગામેથી વનવિભાગે બિનવારસી ખેરના લાકડા ઝડપી લીધા.
Vyara, Tapi | Sep 16, 2025 વ્યારા તાલુકાના નાની ચીખલી ગામેથી વનવિભાગે બિનવારસી ખેરના લાકડા ઝડપી લીધા.તાપી જિલ્લાના વ્યારા વનવિભાગના આર,એફ,ઓ ને મળેલી બાતમીના આધારે 4 કલાકની આસપાસ ખેર ના લાકડા ઝડપી લેવામાં આવ્યા હતા.જેમાં નાની ચીખલી ગામે બિનવારસી પડેલા લાકડા ઝડપી લઈ વનવિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેનો મુદ્દામાલ વનવિભાગે કબજે લઈ જપ્ત કર્યો હતો.