જેતપુર: શહેરમાં સાવકા પિતાએ સગીર પુત્રી પર દુષ્કર્મ આચરાતા માતાએ આરોપી પતિ સામે નોંધાવી પોલીસ ફરિયાદ
Jetpur, Rajkot | Feb 4, 2024 જેતપુર શહેરમાં એક સાવકા પિતાએ સગીર વયની પુત્રીની એકલતાનો લાભ લઇ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ સમગ્ર બનાવ અંગે પોતાની માતાને જાણ કરતા માતાએ સીટી પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ સામે પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવી છે.