ખેડૂત દ્વારા પાક નુકસાની નો ચોથો ભાગ ભાગીયને આપતા હોવાનો વિડિયો વાયરલ થયો છે.જેમાં ધણીધર તાલુકાના જોડિયાળી ગામના ખેડૂત કાજાભાઈ પઢીયારનો ભાગીયાને નુકસાની વળતરના પૈસા આપતાનો વીડિયો વાયરલ થયો છે.ભાગે વાવણી કરતા ગરીબ ભાગીયાને પણ થયું હતું નુકસાન સંસદ ગેનીબેન ઠાકોર સહિત આગેવાનોએ ભાગિયાને વળતર મળે તેવી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.કોંગ્રેસે ભાગિયાઓ માટે નુકસાની અલગ કોલમ રાખી વળતર માટે માંગ કરી હતી.