મહુવા: નીચકોટડા ગામે અલ્ટ્રાટેક માઈનિંગ સામે વિરોધ, મોટી સંખ્યામાં લોકો એકત્રિત
મહુવા તાલુકાના નીચકોટડા ગામે આજે તા. 21/06/2026, રવિવારના રોજ રાત્રે આશરે 8:30 કલાકે અલ્ટ્રાટેક માઈનિંગ પ્રોજેક્ટ દ્વારા ખોદકામની કામગીરી ચાલુ હોવાનું સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. માઈનિંગ કામગીરીને અટકાવવા માટે ડૉ. કનુભાઈ કલસરિયાના માર્ગદર્શન હેઠળ માં ભોમ સેવા સમિતિ તથા વતનપ્રેમી જનતા મોટી સંખ્યામાં સ્થળ પર ઉપસ્થિત રહી હતી. ગ્રામજનોએ માઈનિંગ પ્રોજેક્ટ સામે વિરોધ નોંધાવી પોતાના વિસ્તાર, જમીન અને પર્યાવરણના રક્ષણ માટે અવાજ ઉઠાવ્યો