અંકલેશ્વર: ધંતુરીયા–કોયલી માર્ગ પર આજે શેરડી ભરેલ એક ટ્રેક્ટર અચાનક પલટી મારી જતા દોડધામ મચી જવા પામી હતી
અંકલેશ્વરના ધંતુરીયા–કોયલી માર્ગ પર આજે શેરડી ભરેલ એક ટ્રેક્ટર અચાનક પલટી મારી જતા દોડધામ મચી જવા પામી હતી. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. તંત્ર દ્વારા નાળાની કામગીરી ચાલી રહી હોવાથી માર્ગ પર વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જોકે આ ડાયવર્ઝન પરથી પસાર થતી વખતે શેરડી ભરેલ ટ્રેક્ટર સંતુલન ગુમાવી પલટી મારી ગયું હતું. અકસ્માત થતાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.