ભરૂચ: વરસાદ બાદ સેવાશ્રમ માર્ગ પર જળબંબાકાર, તો હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર પોલીસ વિભાગ દ્વારા ખેલૈયાઓ માટે ગ્રાઉન્ડ તૈયાર કરાયું
ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે બપોર બાદ અવિરત વરસાદ વરસતા જાહેર માર્ગો પર જલભરાવના દ્રશ્યો જોવા મળ્યા હતા.તો બીજી તરફ નવરાત્રીના પ્રથમ દિવસે જ વરસાદ વરસતા હોસ્ટેલ ગ્રાઉન્ડ, રિધમ,પટેલ ગરબા ગ્રાઉન્ડ સહિતના ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા આયોજકો ચિંતામાં મુકાયા છે.અને પાણી ઉલેચવાની કામગીરીમાં લાગી ગયા છે. સેવાશ્રમ માર્ગ પર જળબંબાકાર તો હોસ્ટેલ ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે આટલા વરસાદ બાદ પણ તૈયાર કરાયુ હતું.