ઉધનામાં મોર્નિંગ કરતી મહિલાઓ અને યુવતીઓની શારીરિક છેડતી કરી ફરાર થઈ જતા સનકી રોમિયોની ઉધના પોલીસે સોમવારના રોજ ધરપકડ કરી હતી.જે બાદ આરોપીનો જાહેરમાં વરઘોડો કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું.આરોપી મળસ્કે ના પાંચ વાગ્યે બાઈક પર પાંડેસરા થી ઉધના આવતો અને મોર્નિંગ વોક પર નીકળતી મહિલા અને યુવતીઓની શારીરિક છેડતી કરતો.ત્યારબાદ બાઈક પર ફરાર થઈ જતો.જે આરોપીને સોમવારે ઝડપી પાડી જાહેરમાં શાન ઠેકાણે પાડી હતી.હાલ વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે.