ભાવનગરના કરચલીયાપરા હનુમાનનગરમાં હરેશભાઈ સોલંકી નામના વ્યક્તિ જ્યારે તેમના સાસુના ઘર પાસે તાપણી કરી રહ્યા હતા, ત્યારે 8 થી 10 લોકોના ટોળાએ અચાનક આવીને ધારીયા અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો,આ હુમલામાં હરેશભાઈ ઉપરાંત તેમના પત્ની, સાળી અને પરિવારના અન્ય સભ્યો મળીને કુલ 3 થી વધુ લોકોને ઇજાઓ પહોંચી,બનાવના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી.