લીંબડી ખાતે લીંબડી પ્રાથમિક શિક્ષક સંઘ & પ્રાથમિક શિક્ષક સહકારી મંડળી સંયુકત ઉપક્રમે આયોજિત લીંબડી તાલુકાના શિક્ષકો માટે ભવ્ય ક્રિકેટ ટુનામેન્ટ નુ આયોજન કરવામાં આવ્યું હતું. લીંબડી સેવા સદન નજીક આવેલા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટ નુ ધારાસભ્ય કિરિટસિંહ રાણા એ ટોસ ઉછાળી પ્રારંભ કરાવી ખેલાડીઓ સાથે મુલાકાત કરી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને તથા આ સ્પર્ધા ના તમામ આયોજકો ને અભિનંદન પાઠવ્યા.