જામનગર શહેર: પવનચક્કી સહિતના વિસ્તારોમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની "કોમ્બનિંગ" ટ્રાફિક ડ્રાઇવ, 12300 નો દંડ વસૂલ કરાયો
જામનગર શહેર જીલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તે અનુસંધાને "કોમ્બનિંગ નાઇટ" દરમ્યાન જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા મંગળવારે યોજેલી ડ્રાઇવમાં નંબર પ્લેટ વગર ના વાહનો, કારની બારીઓમાં અપારદર્શક ફિલ્મો લગાડનારા, ફેન્સી નંબર પ્લેટ લગાવેલા, ડ્રીંક એન્ડ ડ્રાઇવ તેમજ વાહનોમાં ધોકા જેવા હથિયારો સાથે નીકળેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.