બોરસદ: રાષ્ટ્રગીત વંદેમાતરમ્ ને 150 વર્ષ પૂર્ણ થતા રાષ્ટ્રગીતના સન્માનાર્થે આજરોજ બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સ્વદેશી શપથવિધિ
Borsad, Anand | Nov 7, 2025 રાષ્ટ્રીય સ્વતંત્રતા દરમિયાન રાષ્ટ્રગીત “વંદે માતરમ” ના માધ્યમથી સમગ્ર સ્વતંત્રતા ચળવળ એકતાના સૂત્રમાં બંધાઈ હતી અને તેને નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ હતી. ભારતનું રાષ્ટ્રગીત આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાષ્ટ્રગીત વંદેમાતરમ્ ને 150 વર્ષ પૂર્ણ થતા રાષ્ટ્રગીતના સન્માનાર્થે આજરોજ બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સ્વદેશી શપથવિધિનું આયોજન કરવામાં આવેલ.