ખંભાત: ONGC પ્રા. શાળામાં બૉમ્બ અને બાળકોને ઉપાડવાની અફવાને લઈ વાલીઓ શાળાએ પહોંચ્યા, શિક્ષકો દ્વારા અફવા ન માનવા અપીલ કરાઈ.
Khambhat, Anand | Dec 18, 2025 ખંભાત શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં નવી ONGC પ્રાથમિક શાળામાં બૉમ્બ તેમજ બાળકોને ઉપાડતી ટોળકી આવી હોવાની જુદી જુદી અફવાઓએ જોર પકડ્યું હતું. જે અફવા વાયુવેગે પ્રસરતા વાલીઓ પોતાના બાળકોને લેવા શાળાએ પહોંચ્યા હતા.પોતાના બાળકોને લઈને ઘરે જતા રહ્યા હતા.શાળાના વાઇસ પ્રિન્સિપાલ ભાનુપ્રસાદે જણાવ્યું હતું કે,શાળામાં બૉમ્બ કે બાળકોને ઉપાડતી ટોળકી આવી હોવાની આ માત્ર અફવા છે.આવી કોઈ ઘટના શાળામાં બની નથી.કોઈ અફવા ન માની નિયમિત શાળામાં બાળકોને મોકલવા અપીલ છે