ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં કેસરિયા હનુમાન નજીક પાર્ક કરેલી વેગનઆર કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં લોકોમાં હડકંપ મચ્યો. કાર માલિક ભરતભાઈ દયાળભાઈ ભટ્ટીની આ કારને કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા આગે વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો