પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વિંઝોલ નજીક પ્રેરણા ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગની બસ અકસ્માતમાં રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. વહેલી સવારે વિદ્યાર્થીઓને લઈ જતી બસ વિંઝોલ ગામ પાસે પહોંચતા ચાલકનો સ્ટીયરિંગ પરથી કાબુ છૂટી જતા બસ અનિયંત્રિત બની હતી. પરિણામે બસ રોડની બાજુમાં ઉતરી ગઈ, જેના કારણે બસમાં સવાર વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે કોઈપણ વિદ્યાર્થીને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી. તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત રહેતા કોલેજ પ્રશાસન તથા વાલીઓએ