વલસાડ: ધોબી તળાવમાં દારૂડિયા દ્વારા એક રિક્ષામાં તોડફોડ કરવામાં આવી
Valsad, Valsad | Oct 28, 2025 મંગળવારના 3 કલાકે રીક્ષા માલિકે આપેલી વિગત મુજબ વલસાડના ધોબી તળાવમાં દારૂડિયાઓનો આતંક વધી રહ્યો છે.ધોબી તળાવમાં આવેલા ઇસ્લામપુરામાં રહેતા આસિફ સબીરભાઈ શેખ પોતાની રિક્ષા ચલાવી ગુજરાત ચલાવે છે. જોકે રાત્રિ દરમિયાન કેટલાક દારૂડિયાઓ દ્વારા રિક્ષામાં કાચ અને હેડલાઈટ કોઈક વસ્તુ વડે તોડી દેવામાં આવી હતી. ત્યારે રીક્ષા માલિકે આવા દારૂડિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવે તે બાબતે માંગ ઉઠાવી છે. હાલ તો આ રીક્ષામાં ઘણી નુકસાની સર્જાઈ છે.