વેજલપુર: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, મોંઘી સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતા આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા મળી. ક્રાઈમ બ્રાન્ચે મોંઘી સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતા એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો.. આ ગેંગના બે આરોપીઓની બુધવારે 5 કલાકની આસપાસ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે છ ફરાર છે, જેઓ રાજસ્થાનના ઉદયપુરના વતની છે.। દિવસ દરમિયાન આ આરોપીઓ મજૂર તરીકે કામ કરતા હતા અને રાત્રે હાઈ-એન્ડ બાઇક ચોરી કરતા હોવાનું ખૂલ્યું છે,,