પુણા: પોલીસ દ્વારા વિપક્ષ નેતા સહિત કાર્યકરો જોડે દમન ગુજાર્યાનો આપ પાર્ટીનો આક્ષેપ,સુરત પો.કમી કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂવાત
Puna, Surat | Sep 20, 2025 પુણાગામ ખાતે હોસ્પિટલના ઉદ્ઘાટન દરમ્યાન પોલીસ દ્વારા આપ પાર્ટીના વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને અન્ય કાર્યકરો જોડે ઝપાઝપી અને દમન ગુજારવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા છે.જે રજુવાત સાથે આપ પાર્ટી દ્વારા સુરત પો.કમી.કચેરીએ શનિવારે બપોરે બાર કલાકે રજુવાત કરવામાં આવી હતી.આપ પાર્ટી દ્વારા હાથમાં પ્લે.કાર્ડ સાથે આક્ષેપિત પોલીસ કર્મચારીઓ સામે દેખાવ અને વિરોધ નોંધાવ્યો હતો.જ્યાં એડિશનલ સીપી ને લેખિતમાં રજુવાત કરી પોલીસ fir દાખલ કરવા માંગ કરી હતી.