ખેડબ્રહ્મા: તાલુકાના મટોડા ખાતે રાજ્યસભાના સાંસદની ઉપસ્થિતિમાં રાત્રી સભા યોજાઈ
આજે રાત્રે 8 વાગે મળતી માહિતી મુજબ રાજ્યની 24 વર્ષની વિકાસ ગાથાની ઉજવણીના ભાગરૂપે તાલુકામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા ના અધ્યક્ષ સ્થાને ખેડબ્રહ્માના મટોડા ખાતે રાત્રી સભા યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી સહિત પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા.