માંગરોળ: માંગરોળ ની શીલ પોલીસે વાડી વિસ્તારમાંથી 3.10.550 ના મુદ્દા માલ સાથે 12 જુગારીઓને ઝડપ્યા
શીલ પોલીસે વાડી વિસ્તારમાંથી 3.10.550 ના મુદ્દા માલ સાથે 12 જુગારીઓ ઝડપ્યા જૂનાગઢ રેન્જના ડીઆઈજી નીલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરાની સૂચનાના આધારે, શીલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એ. સોલંકી અને તેમની ટીમને બાતમી મળી હતી કે, શીલ ગામના કાતિયાકાદી વાડી વિસ્તારમાં એક જુગારનો અખાડો ચાલી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા, જુગાર રમી રહેલા 12 લોકોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આ જુગારીઓ પાસેથી 1,25,550ની રોકડ, ₹45,000ની કિંમતના 9 મોબાઈલ ફોન