નડિયાદ: કમોસમી વરસાદને પગલે ઘાસચારાના ભાવમાં વધારો, ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા.
નડિયાદ સહિત જિલ્લામાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની સાથે પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. માવઠા ના કારણે લીલા અને સૂકા ચારાને વ્યાપક નુકસાન થયું છે ,જેના પરિણામે ચારાની અછત સર્જાઈ છે અને તેના ભાવોમાં અસહ્ય વધારો થયો છે.