સોજીત્રા: મલાતજ સુરધનદાદા મંદિરે પરંપરાગત ફુલાળા ગરબાનું આયોજન કરાયું
Sojitra, Anand | Oct 27, 2025 સોજિત્રા તાલુકાના મલાતજ ખાતેની મોટી ભાગોળે આવેલ સુરધનદાદા મંદિર પરિસરમાં સમસ્ત ક્ષત્રિય સમાજ દ્ધારા લાભપંચમીની રાત્રીએ મહાઆરતી, પૂજન-અર્ચન કરી પરંપરાગત ફુલાળા ગરબાનું આયોજન કરાયું હતું આરંભે ફુલાળા ગરબાનું પૂજન કરી વધામણી કરાઈ હતી મહોત્સવમાં પ્રાચિન ભાતીગળ ગરબાથી વર્ષો જુની પરંપરાની યાદ અપાવી સૌને ભક્તિમય બનાવ્યા હતા.