તળાવમાં વીટકોસ બસ સ્ટેન્ડ પાસે દાળ-પુરી ખાતા યુવક પર છરી વડે હુમલો.મળતી વિગતો અનુસાર ગંગાજળિયા તળાવ વિસ્તારમાં વીટકોસ બસ સ્ટેન્ડ નજીક દાળ-પુરીનો નાસ્તો કરવા ગયેલા સીદસર ગામના પ્રવીણભાઈ મગનભાઈ ચારોલીયા ઉપર હુમલો કર્યો હતો જે હુમલાની ઘટનામાં તેમને ઇજા પહોંચતા સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઘટનાની જાણ થતાં આસપાસ અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે