શહેરા: શહેરાની એસ.જે.દવે હાઇસ્કુલ ખાતે સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
શહેરા નગરમાં આવેલી શ્રીમતી એસ.જે.દવે સાર્વજનિક હાઈસ્કુલ ખાતે ઓપરેશન સિંદૂરની સફળતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે "નમો કે નામ રક્તદાન" કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લા સંયુક્ત કર્મચારી સંકલન સમિતિ અને શહેરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાંસવારથી બપોર સુધીમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરતા માત્ર ૫ કલાકમાં ૨૫૦ થી વધુ રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું.