મહેમદાવાદ: સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અચાનકજ શોર્ટસર્કિટ ને લઈને આગ લાગવાની ઘટના સર્જાતા સર્જાયો હતો અફડા તફડીનો માહોલ
સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અચાનકજ સૉર્ટસર્કિટને લઈને આગ લાગવાની ઘટના સર્જાતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક હોસ્પિટલના ડોકટરો દ્વારા મહે. નગરપાલિકાની ફાયર બ્રિગેડનીટીમને જાણ કરાતા તાત્કાલિક યુદ્ધના ધોરણે આગ બુઝાવવાના પાવડરની લગભગ છ જેટલી પાવડરની બોટલોનો મારો મારી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.ફાયર બ્રિગેડ અને MGVCL નીટીમ દ્વારા સોલર પેનલો અને અન્ય હેવીલાઈનો બંધ કરી બળી ગયેલ કેબલોને કાપવાની કામગીરી હાથ ધરાઈ હતી.સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નહોતી.