પાનવા ગામે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટનો શુભારંભ ૬૦ દસાદા વિધાનસભાના ધારાસભ્ય પી.કે. પરમારે ટોસ ઉછાળીને કર્યો હતો ફાઇનલ મેચ નવાપુરા અને ભલગામ ટીમ વચ્ચે રમાઈ હતી નવાપુરા ટીમે પ્રથમ બેટિંગ કરી ૯૧ રન બનાવ્યા હતા ભલગામની ટીમ ૯૨ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં માત્ર ૭૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ આ જીત સાથે નવાપુરા ગામની ટીમ વિજેતા જાહેર થઈ.