તળાજા: તલ્લી ગામે કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ધામધૂમથી ઉજવાયો
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના તલ્લી ગામે કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મામલતદારશ્રી તળાજા, BRC સાહેબ, ગામના સરપંચશ્રી, તાલુકા પંચાયત સભ્ય, તલાટી કમ મંત્રી, શાળાના આચાર્યશ્રી અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત આંગણવાડી વિભાગના બહેનો, આશા વર્કર બહેનો, ગામના વડીલો, માતાઓ, બહેનો અને યુવાનો પણ