માતર: મહેલજ લીંબાસી રોડ પર પુનાજ પાસે અજાણ્યા ઇસમોએ રોડ તોડી નાખ્યો,માર્ગ મકાન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ.
Matar, Kheda | Aug 7, 2025 માતર તાલુકાના મહેલજ લીંબાસી રોડ ઉપર પુનાજ ગામ પાસે અમુક અજાણ્યા શખ્સોએ મંગળવાર મોડી રાત્રે રોડ તોડી નાખતા માર્ગ મકાન ખેડા વિભાગે લીંબાસી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ આપી છે. જેમાં પહોળાઈમાં રોડ સંપૂર્ણ તોડી નાખ્યો છે અને રોડની વચ્ચે 10 ફૂટ ખાડો કરી દેવામાં આવ્યો છે. રોડમાં સિમેન્ટના નળ નાખવાની કામગીરી હાથ ધરી હતી અને રોડ તોડી તેની ઉપર માટી પાથરી દીધી છે.