માંગરોળ તાલુકાના લીંમોદરા ગામે પરણીતાને માર જુડ કરી માનસિક ત્રાસ આપી આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર પતિ સાસુ નણંદ નણદોઈ વિરુદ્ધ દુષ્પ્રેરણા નો ગુનો નોંધાયો છે પરણીતા દિક્ષિતાબેન ને તેના પતિ સૂચિતકુમાર મહેન્દ્રભાઈ પટેલ સાસુ મંજુલાબેન મહેન્દ્રભાઈ પટેલ નણંદ કાજોલ તેજસભાઈ પટેલ અને તેજસ રમેશ પટેલ મહેણાંટોણાં મારી માનસિક ત્રાસ આપતા હતા જેથી દિક્ષિતા એ ગળે ફાંસો ખાય આત્મહત્યા કરી લીધી હતી આ બનાવ સંદર્ભે દિક્ષિતાની માતાએ તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી