ભુજ: ખાવડામાં ક્રેન પડતાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત
Bhuj, Kutch | Oct 5, 2025 ખાવડામાં ક્રેન પડતાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત તાલુકાના ખાવડા નજીક આવેલા સોલાર પ્લાન્ટમાં કામ કરતી વેળાએ ક્રેન પડતાં અફજલ જમાલુદ્દીન અંસારી (ઉ.વ. 23)નું ગંભીર ઈજાના પગલે મોત થયું હતું. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસ ચોકીમાં લખાવાયેલી વિગતો મુજબ, ખાવડાના સોલાર પ્લાન્ટમાં કામ કરતી વખતે હતભાગી અફજલ પર ક્રેન પડતાં તે ગંભીર રીતે ઘવાયો હતો, તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે ખાવડા