વાલિયા તાલુકાના રૂપનગર સ્થિત પીએમ શ્રી સ્કૂલ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની બેઠક મળી હતી.વાલિયાના રૂપ નગર ખાતે આવેલ પીએમ શ્રી સ્કૂલમાં એલુમની એસોસિએશનના પ્રમુખ સુષ્માબેન વસાવા અને અન્ય સભ્યો દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની બેઠક મળી હતી.જેમાં આચાર્ય રિતેશકુમાર ચૌધરી અને સુષ્માબેન વસાવાના હસ્તે માં સરસ્વતીની પૂજા અને દીપ પ્રાગટય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.